તા. ૨૪. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિજ્ઞાન ભારતી દ્વારા છઠ્ઠું રાષ્ટ્રીય અધિવેશન પુને માં યોજવામાં આવ્યું
વિજ્ઞાન ભારતીય દ્વારા છઠ્ઠું રાષ્ટ્રીય અધિવેશન ૨૨ અને ૨૩ જૂન ૨૦૨૪ વિશ્વ શાંતિ સ્તૂપ, એમ.આઇ.ટી- એ.ડી.ટી. લોણી કાલભોર ,પુને ખાતે યોજવામાં આવ્યું હતું. અધિવેશન દીપપ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા શરૂઆત કરવામાં આવી.રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ શેખર માંડે દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું. વિજ્ઞાન ભારતીના મેન્ટર ડો વિજય ભટકર આ ઉપરાંત એમપી રાજ્યસભા ડો મધુ કુલકર્ણી, સચિવ પ્રોફેસર અભય કરાંડીકર ,પ્રોફેસર વિશ્વનાથ કરાડ પ્રેસિડેન્ટ, એમ આઈ ટી યુનિવર્સિટી દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા જાહેર ચર્ચા માં કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્રસિંહ અને સ્વામી શ્રી કાંન્તાનંદજી અધ્યક્ષ રામકૃષ્ણ મઠ પુણે દ્વારા પોતાના વિચારો રજૂ કર્યો. આ ઉપરાંત(1) ઉર્જા -ગ્રીન એનર્જી, હાઈડ્રોજન ઇંધણ ઈલેક્ટ્રીક વાહન, ઉર્જા સુરક્ષા(2) વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા શિક્ષણ -એનએપી નો રોલ આઉટ(3) પર્યાવરણ અને પાણી માટે આબોહવા પરિવર્તન અને જીવનશૈલી જેવા અગત્યના મુદ્દાઓ પર પેનલ ચર્ચા કરવામાં આવી. સમાપન સમારોહ માં ઈસરોના ચેરમેન એસ સોમનાથ ઉપસ્થિત રહી ઉદબોદન કર્યું આભાર વિધિ રાષ્ટ્રીય સચિવ અરવિંદ રાનડે દ્વારા કરવામાં આવ્યું હતું દેશના વિવિધ પ્રાંતો માંથી ૧૦૦૦ જેટલા ડેલીગેટ હાજર રહ્યા હતા જેમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો ચેતન્ય જોષી ,સચિવ જીગ્નેશ બોરીસાગર ,વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ના રાજ્ય કોર્ડીનેટર કમલેશભાઈ લીમ્બાચીયા દાહોદ જિલ્લા માંથી ચેતનકુમાર ડી પટેલ અને રીપલભાઈ અગ્રવાલ ડેલીગેટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા