SMC દ્વારા દોલતપુરા ગામે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સહિત સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 સામે નોંધાવી ફરીયાદ.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઈ એમએસ ત્રિવેદી પોતાની ટીમ સાથે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી કે કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતો દિલીપકુમાર સામંતભાઈ રાઠોડ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને પોતાના માણસો મારફતે છૂટક વેચાણ કરે છે અને વેચાણ હાલમાં ચાલુ છે જે આધારે મકાનમાં પોલીસે રેડ કરતા એક ઇસન સીડી પાસે ઉભો છે જેનું નામ રાહુલ કુમાર ઉર્ફે લાલુ રમેશભાઈ રાઠોડ સ્મશાન રોડ સિધ્ધનાથ મહાદેવ પાસે કાલોલ નો હોવાનું જણાવ્યું હતુ.તેની પાસે ખાખી પુઠ્ઠા ના ચાર બોક્સ પડ્યા છે જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર બોટલ તેમજ બિયરની બોટલો ભરેલી છે તેમજ બાજુમાં પેટીએમનું એક સ્કેનર પણ પડેલ છે આ ઘર વિશે પૂછતા દિલીપકુમાર સામતભાઈ રાઠોડ નું ઘર હોવાનું અને પોતે અહીંયા છેલ્લા બે માસથી પગાર ઉપર નોકરી કરતો હોવાનું અને વિદેશી દારૂનો જથ્થો દિલીપ મૂકી જતો હોય અને પોતે છૂટક વેચાણ કરવા માટે બેસેલ હોવાનું જણાવેલ. સીડી નીચેની ની લાદી હટાવીને જોતા તેમાં એક ભોંયરું જોવા મળેલ ભોયરામાં ખાખી કલરના બોક્સમાં તેમજ વિમલ ના બે થેલામાં અને છુટા છવાયા દારૂ બીયરના બોટલો મળી આવ્યા હતા. પોલીસે બહાર કાઢીને તેની ગણતરી કરતા 995 નંગ બોટલ રૂ 2,80,112/ ની કિમત ના તેમજ પોલીસે કુલ ચાર મોબાઈલ ફોન રૂ.26,000/ રોકડા રૂપિયા 8000 તેમજ એક એક્સેસ ટુવિલર રૂ 50,000/ એક લાઈટ બિલ એક સ્કેનર એમ કુલ મળીને રૂ 3,64,112/ન મુદ્દા માલ મળી આવ્યો હતો પોલીસ એ પૂછપરછ કરતા દિલીપ સામતભાઈ રાઠોડ દારૂનો જથ્થો મૂકી જાય છે તે ક્યાંથી લાવે છે તે પોતે જાણતો નથી તેવુ જણાવેલ બંને ઈસમો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.