ARAVALLIGUJARATMEGHRAJMODASA

રેલ્લાવાડામાં શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સમાં તસ્કરોનો તરખાટ, ₹ 1.50 લાખની ચાંદીની વસ્તુઓની ચોરી – ચેકપોસ્ટ થી માત્ર 500 મીટર અંતરે ચોરી, હોમગાર્ડના ભરોસે ચાલતી ચોકીઓ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડામાં શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સમાં તસ્કરોનો તરખાટ, ₹ 1.50 લાખની ચાંદીની વસ્તુઓની ચોરી – ચેકપોસ્ટ થી માત્ર 500 મીટર અંતરે ચોરી, હોમગાર્ડના ભરોસે ચાલતી ચોકીઓ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં આવેલી શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ દુકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી અંદાજે ₹ 1.50 લાખની ચાંદીની વિવિધ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા ઇસરી પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ફરિયાદી સચીનકુમાર નારાયણલાલ સોની (ઉ.વ. 34), રહે. રેલ્લાવાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાના અવસાન બાદ છેલ્લા દોઢ વર્ષથી તેઓ શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સમાં સોના-ચાંદીનો વ્યવસાય સંભાળી રહ્યા છે. દુકાનમાં પિતાના સમયથી રહેલી જૂની ચાંદીની કિંમતી વસ્તુઓ અલગ-અલગ બોક્સ અને કાઉન્ટરમાં રાખવામાં આવી હતી.ફરિયાદ મુજબ, 7 જુલાઈએ દુકાન બંધ કરી તેઓ પોતાની મોબાઇલની દુકાને ગયા હતા, જ્યારે 8 જુલાઈએ જ્વેલર્સની દુકાન ખોલી નહોતી. 9 જુલાઈએ તેમના ભાઈએ બિનવારસી મળી આવેલી ચાંદીની વસ્તુઓ અંગેના સમાચાર જણાવી તપાસ કરવા કહ્યું હતું. ત્યારબાદ દુકાન ખોલીને તપાસ કરતાં અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.તપાસ દરમિયાન દુકાનમાંથી ચાંદીની ડોડીઓ, જૂની ચાંદીની કંઠીઓ, ચાંદીની વાટકીઓ, ચાંદીના છત્ર, સાંઢણી (મૂર્તિઓ), રૂદ્રાક્ષની ચાંદીની માળાઓ, હાથના ગજરા, રાણી સિક્કાઓ, ચાંદીનું નાળિયેર, વીંટીઓ, જૂના ચાંદીના સિક્કાઓ (કોડીઓ), ચાંદીનું ઘર સહિતની વિવિધ વસ્તુઓ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોરાયેલ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹ 1.50 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ 7 જુલાઈના સવારે 11 વાગ્યાથી 9 જુલાઈના બપોરે 3 વાગ્યા દરમિયાન બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અજાણ્યા તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનીકી પુરાવા અને અન્ય સૂત્રોના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!