થરા ખાતે હળવદ ના મહંત દલસુખરામબાપુ આમંત્રણ આપવા પધાર્યા..
થરા ખાતે હળવદ ના મહંત દલસુખરામબાપુ આમંત્રણ આપવા પધાર્યા..

થરા ખાતે હળવદ ના મહંત દલસુખરામબાપુ આમંત્રણ આપવા પધાર્યા..
શ્રી નકલંક ગુરૂધામ શક્તિ નગર હળવદ તા.મોરબી ખાતે શ્રી સવાયા હનુમાન મહારાજ નો ૫૧ કુંડી મહા મારૂતિ મહોત્સવ આગામી તા.૨૧/૦૩/૨૦૨૬ ના રોજ યોજાનાર છે ત્યારે પ.પૂ. મહંતશ્રી દલસુખરામબાપુ હળવદ થી થરા ખાતે આમંત્રણ આપવા પધાર્યા હતા. શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ, નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિ બનાસ ટેરીન, ગોવિંદભાઈ પ્રજાપતિ શિવ સ્ટુડિઓ સહીત પ્રજાપતિ સમાજ દ્વારા બાપુને કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.દલસુખરામ બાપુએ જણાવ્યું હતું કે આગામી ૨૧ મી માર્ચ ૨૦૨૬ ને શનિવારે બપોરે ૧ કલાકે મહાયજ્ઞ,બપોરે અને સાંજે ભોજન પ્રસાદ,બપોરે ૩ થી સાંજે ૬ સુધી ધર્મસભા ૧૦૮ દિપક (દીવડા) ની આરતી,પ.પૂ. ભક્તરાજશ્રી વાસુદેવ મહારાજ (પીપળીધામ) ના મુખે મધુર સત્સંગધારા અને રાત્રે ૯ કલાકે ભજન સત્સંગ અને સંતવાણી મા શ્રી ભુપેન્દ્ર મહારાજ,શ્રી નરસિંહ મહારાજ,ગોપાલ સાધુ અને કુલદીપ ઠાકોર મધુર વાણીનો લાભ આપશે તો આ અનેરા અવસરે હળવદ ખાતે પધારી લાભ લેવા અને યજ્ઞમાં બેસવાનો લાભ લેવા મો.૯૯૨૫૯ ૭૪૧૭૪ ઉપર ફોન કરી લઈ શકશો તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





