GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બેઢીયા હાઈવે ઉપર ખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે ગાર્ડ રાખનાર ફિલ્ડ ઓફિસર સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી.

 

તારીખ ૧૯/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એસઓજી પોલીસ સ્ટેશન પીએસઆઇ બી કે ગોહિલ પોલીસ સ્ટાફ સાથે વેજલપુર વિસ્તારમાં ઔધોગિક એકમો મા અન અધિકૃત રીતે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડતા ઈસમોની તપાસ કરતા બેઢીયા હાઈવે ઉપર એસન્સ બાયોટેક પ્રા. લી. કંપનીના ગેટ પર યુનિફોર્મ પહેરીને એક ઈસમ ઉભેલ જેની પુછપરછ કરતા મનુસિંહ સામતસિંહ ચાવડા હોવાનુ તથા કોસ્મોસ સિક્યુરિટી એજન્સી મા છેલ્લા બે મહિનાથી માસિક રૂ 15 હજારના પગારે સિક્યુરિટી ગાર્ડ હોવાનું જણાવ્યું હતુ તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે કોઈ તાલીમ લીધી નહોતી તેમજ તેની પાસે કોઈ આઈ કાર્ડ પણ જોવા મળ્યું ન હતું ખભાના ભાગે સોલ્ડર પણ જોવા મળ્યા નહી પૂછપરછ કરતાં પોતાની એજન્સી ના ઓફિસર વિક્કી કુમાર સંજયકુમાર દરજી રે હાલોલ ના હોવાનુ જણાવ્યું હતુ જેથી પોલીસે કોસ્મોસ સિક્યુરિટી એજન્સી ના ફિલ્ડ ઓફિસર વિક્કી કુમાર સામે સિકયુરિટી સર્વિસમાં અન અધિકૃત રીતે સિક્યુરિટી ગાર્ડ રાખી તાલીમ નહી આપી ફોટા વાળુ આઈ કાર્ડ નહી આપી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી (રેગ્યુલેશન) એક્ટ ૨૦૦૫ ની કલમ ૯(૨),૧૭(૧),૨૦ ના ભંગ બદલ કાર્યવાહી કરી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!