વલસાડ:રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીમાં દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ યોજાશે….
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડના સાંઈલીલા મોલમાં સાંજે ૪ થી રાત્રિના ૧૧ સુધી રંગારંગ કાર્યક્રમો સાથે ઉત્સવ ઉજવાશે
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા દક્ષિણ ગુજરાતનો સાહિત્ય ઉત્સવ તા. ૨૧ જૂને વલસાડના આંગણે યોજાઈ રહ્યો છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે વાપીના રજ્જુશ્રોફ ઓડિટોરીયમમાં દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ ઉજવાશે.
આ સાથે જ વલસાડમાં પણ ધરમપુર રોડ ઉપર સાંઈલીલા મોલના રીગલ બેન્કવેટ હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત “રામની વાડીએ દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ” વલસાડની પુસ્તક પરબ સંસ્થા, સાહિત્ય પ્રભાત ધરમપુર, વિદ્યામૃત વર્ષિણી પાઠશાલા અને પત્રકાર વેલ્ફેર એસોસિએશન સહિતની સંસ્થાઓની સહભાગીતા સાથે ઉજવાશે. જેમાં સાંજે ૪ થી ૫ કલાકે નંદીગ્રામની નિશ્રામાં કવિ સંમેલન, સાંજે ૫ થી ૬ વાર્તા વાચિકમ્, સાંજે ૬ થી ૭ પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા તેમજ રાત્રે ૯ થી ૧૧ લોકસંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે. આ તમામ કાર્યક્રમ વલસાડના રિગલ બેન્કવેટ હોલમાં જ યોજાશે. જિલ્લાની સાહિત્ય પ્રેમી જનતાને આ ઉત્સવનો મોટી સંખ્યામાં લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયુ છે.