GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું.
તારીખ ૨૭/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના સભાખંડમાં નવા ચૂંટાયેલા તમામ હોદ્દેદારો અને કાઉન્સિલરો ની ખાસ સાધારણ સભા આજરોજ મળી હતી.જેમાં પ્રમુખ હસમુખભાઈ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ અને દંડક ધર્મિષ્ઠાબેન પટેલ સહિત ચૂંટાયેલા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખ હસમુખભાઇ મકવાણા ની મંજૂરીથી ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૨૫/૨૬ ના વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ રૂ ૩૯.૦૬ કરોડ ની આવક અને રૂ ૩૯.૦૩ કરોડ ના ખર્ચ નુ બજેટ રૂ ૦.૦૩ કરોડની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ હતું.