BANASKANTHAGUJARATKANKREJ

થરા માર્કેટયાર્ડ ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે ૨૩૦૦ શ્રદ્ધાંળુએ ભોજન પ્રસાદ લીધો.

થરા માર્કેટયાર્ડ ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે ૨૩૦૦ શ્રદ્ધાંળુએ ભોજન પ્રસાદ લીધો.

થરા માર્કેટયાર્ડ ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે ૨૩૦૦ શ્રદ્ધાંળુએ ભોજન પ્રસાદ લીધો.

ધર્મભૂમિ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડના ચેરમેન અને બ.કાં.જિલ્લાના સહકારી આગેવાન અને જીલ્લા ભાજપના અગ્રણી અણદાભાઈ પટેલ પાસે વર્ષોથી થરાના વહેપારીઓ અને માર્કેટયાર્ડના વહેપારીઓની માંગણી હતી કે માર્કેટયાર્ડમાં એક ધાર્મિક મંદિર હોય તો થરા નગર ના તેમજ માર્કેટયાર્ડના દરેક વહેપારીઓ તેમજ ધાર્મિક લોકો દેવોના આશીર્વચનનો લાભ લઈ દરેકની મનોકામના પૂર્ણ કરે અને વહેપારીઓ તેમજ ખેડૂતો અને આમ પ્રજાની સુખાકારી વધે અને પોતાનો ધંધો સારી રીતે કરી શકે. માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ આર.પટેલે માર્કેટયાર્ડ વહેપારી એશોસીએશન તેમજ થરા નગર ના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચાઓ કરતા પ્રથમ મહાલક્ષ્મીજી માતાજીનું મંદિર બનાવવા માટેની ચર્ચા કરવામાં આવેલ પરંતુ પાછળથી શિવ પરિવાર સાથે શ્રી જલારામ બાપા,સંતશ્રી સદારામ બાપુ, શ્રી ઓગડનાથજી બાપુ તેમજ અન્ય દેવીદેવતાઓનું મંદિર બનાવવાનું નક્કી કરી નવીન મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૨૦૭૭ ના શ્રાવણવદ ત્રીજ ને બુધવાર તા.૨૫-૦૮-૨૦૨૧ થી શ્રાવણ વદ-૫ નેશુક્રવાર તા.૨૭-૦૮-૨૦૨૧ સુધી ત્રિ- દિવસીય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યાર થી દર મહિનાની વદ પાંચમના સાંજે દાતાઓ દ્વારા શિરો-શાક-ખીચડી-કઢી નો ભોજન પ્રસાદ આપવામાં આવે છે ત્યારે પોષવદ-૫ ને રવિવાર તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ સાંજે સ્વ.સજનબેન પુંજાભાઈ પ્રજાપતિ (કાકર) પરિવારના સુપુત્રો લીલાભાઈ,જોઈતાભાઈ, શિક્ષક પ્રહલાદભાઈ દ્વારા થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,એ.પી.એમ.સી.થરા વહેપારી એશોસીએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ સહીત ની ઉપસ્થિતિમાં લગભગ ૨૩૦૦ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો તેમ સોમાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!