GUJARATNANDODNARMADA

રાજપીપલા નાગરિક બેંક પાસે એસટી બસે આખલાને અડફેટે લેતાં બંને પગમાં ગંભીર ઈજાઓ

રાજપીપલા નાગરિક બેંક પાસે એસટી બસે આખલાને અડફેટે લેતાં બંને પગમાં ગંભીર ઈજાઓ

 

આખલાને બંને પગ માંથી ટપોટપ લોહી વહેવા લાગ્યું, સ્થાનિક મુસ્લિમ યુવાનોએ પશુ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અપાવી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા માં નાગરિક બેંક પાસે એસટી બસ ચાલકે આખલાને અડફેટે લેતા તેના બંને પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી એસટી બસ ચાલક ફરાર થઈ ગયો હતો

મળતી માહિતી મુજબ ૨૦ જાન્યુઆરી સાંજના સુમારે રાજપીપળાના નાગરિક બેંક ની સામેના મુખ્ય માર્ગ ઉપર એસ ટી બસ ચાલકે આખલાને અડફેટે લીધો હતો આખલાને ગંભીર ઈજાઓ થતાં તેના બંને પગ માંથી મોટી માત્રામાં લોહી વહી ગયું હતું ત્યારબાદ સ્થાનિક મુસ્લિમ યુવાનોએ 1962 પશુ એમ્બ્યુલન્સ ને ફોન કરતા તુરંત ત્યાં આવી પોહચી સારવાર અપાઇ હતી જોકે એસટી બસનો ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

સ્થાનિક વિહિપના જિલ્લા ઉપપ્રમુખ ચિંતન પુરોહિત જણાવે છે કે સરકારી બસ જેનો નંબર GJ 18 7308 હતો અને અકસ્માત કરી બસ લઈ ચાલક ફરાર થઈ ગયો છે

 

જોકે રાજપીપળાના સાંકડા માર્ગો ઉપર કેટલાક એસટી ડ્રાઇવરો બેફામ બસ હંકારતા હોવાનું પણ લોકો માં ચર્ચા છે ત્યારે જો એસટી બસ ડ્રાઇવરો ઉપર લગામ નહિ લગ્ગવાય તો કોઈ માણસ ને પણ અડફેટે લે તો નવાઈ નહિ…!!

 

અહીંયા રખડતા પશુઓની દુર્દશા માટે પશુઓના માલિકો અને સ્થાનિક તંત્ર પણ એટલાજ જવાબદાર કહી શકાય જેટલો અકસ્માત કરનાર બસ ડ્રાઈવર છે કેમ કે પશુઓના નિર્દય માલિકો તેમને રખડતા છોડી દે છે અને સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહે છે કોઈ પણ કાયદેસર કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે રખડતા પશુઓ સલામત રહે તે માટે તેમને પાંજરાપોળ માં રાખી અને તેમના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!