BHESANAGUJARATJUNAGADH

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યાં

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યાં

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે પરબધામ ખાતે આયોજિત અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આ ભક્તિમય પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પરબધામ મંદિર ખાતે સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કર્યા હતા.રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીને પરબધામના શ્રી કેતનબાપુએ ભાવભેર આવકારી સ્વાગત સન્માન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, પરબધામ માનવસેવા માટે સવિશેષ જાણીતું છે. અહીં અનેક દાયકાઓ પહેલાં સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોએ તત્કાલીન સમયમાં સમાજ દ્વારા બહિષ્કૃત રક્તપિત્તના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા-સુશ્રુષા કરી હતી. સાથે જ ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ પ્રેરણા આપે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!