ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાજ્યકક્ષાની લોન ટેનિસ સ્પર્ધા યોજાઈ, ૧૪૨ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રમતગમતના ઉત્સવ તરીકે ઓળખાતા ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૪ વયજૂથની લોન ટેનિસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા ૧૪૨થી વધુ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ કટેગરીમાં રમાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક અને પ્રતિસ્પર્ધાત્મક રીતે પોતાની ક્ષમતા બતાવી હતી.
અંડર-૧૪ ભાઈઓની કેટેગરીમાં કબીર પરમાર ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો, જ્યારે પ્રયાગ પટેલે સિલ્વર મેડલ અને દેવાંશ આચાર્યએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
બહેનોની કેટેગરીમાં જેન્સી કાનાબાર ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાને રહી હતી. મારીયા પટેલે સિલ્વર મેડલ અને મહેક ચિત્રોડાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા મેડલ અને ટ્રેકશૂટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી આગામી સમયમાં વધુ યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે.