GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે રૂ.70 લાખના ખર્ચે અદ્યતન ગોડાઉન ઓફિસ બિલ્ડીંગ તૈયાર

તા.23/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર કોઓપરેટિવ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના ગોડાઉન સંકુલ માટે એક નવું અને અદ્યતન ઓફિસ બિલ્ડીંગનું બાંધકામ અંદાજિત રૂ. ૭૦.૨૯ લાખના ખર્ચે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગમાં આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર, મજબૂત બ્રિક મેશનરી અને ઉચ્ચ ગુણવત્તાનું પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું છે બિલ્ડીંગની ફિનીશીંગની કામગીરી સહિતનું તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે આ નવું ઓફિસ બિલ્ડીંગ GSCSCLના ગોડાઉનના સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સ્થાનિક સ્તરે સંગ્રહ અને વિતરણની પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે જેનાથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સરકારની નેમ વધુ મજબૂત બનશે માળખાગત વિકાસના કાર્યો થકી રાજ્યની સહકારી પ્રવૃત્તિઓ અને લોજિસ્ટિક્સ ચેઇનને વધુ અસરકારક બનાવી શકાશે આ નવી સુવિધા મૂળી અને આસપાસના વિસ્તારના લોકોને પણ પરોક્ષ રીતે લાભદાયી નીવડશે.

Back to top button
error: Content is protected !!