વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારી, અધિકારીઓના હસ્તે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે :*
*શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટર શ્રી વિ.કે.જોષીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈઃ*
આહવા: તા: ૨૪: ‘સૌ ભણે, સૌ આગળ વધે’ એવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂન દરમિયાન સમગ્ર રાજ્ય વ્યાપી શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરાયું છે.
શાળા પ્રવેશોત્સવના આ ૨૨મા તબ્બકામા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ કેબનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ, રાજ્યની પ્રાથમિક શાળાઓમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવનાર છે.
ડાંગ જિલ્લામાં પણ આ રાજ્યવ્યાપી કાર્યક્રમના આયોજનના અર્થે તા. ૨૧ જૂનના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી વિ.કે.જોષીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શ્રી વિ.કે.જોષીએ શાળા પ્રવેશોત્શવ અંગેનો શાળાઓ મુજબ રૂઠ ગોઠવવા, કાર્યક્રમ અંગે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ તૈયાર કરવા માટે, બાળકો માટે શાળા પ્રવેશોત્શવની કીટ તૈયાર કરવા, તેમજ શાળાનો ગુણોત્સવ રિપોર્ટ તૈયાર કરવા જેવા મુદ્દે ચર્ચા કરી હતી.
<span;>ડાંગ જિલ્લામાં યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વ ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, તથા ગાંધીનગરથી કુલ ૧૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના તમામ પદાધિકારી-અધિકારીઓ ત્રણ દિવસ જિલ્લાની ગ્રામીણ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે.
આ બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ બીબીબેન ચૌધરી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ, વઘઇ ડાયટના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ ખાંબુ સહિત જિલ્લા અમલીકરણ સમિતિના સભ્યો હાજર રહ્યાં હતાં.