તા. ૦૮. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadh:દે.બારીયા તાલુકાના દેગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નં ડુખળી પ્રાથમિક શાળામાં સ્ટોપ ડાયરીયા કેમ્પેન કાર્યક્રમ યોજાયો
સ્ટોપ ડાયરીયા કેમ્પેન અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડુખળી પ્રાથમિક શાળામાં માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફીસના માર્ગદર્શન અન્વયે બાળકોને ઝાડા થાય તો શું શું કાળજી રાખવી અને ઓ.આર.એસ કઈ રીતે બનાવવું તેનાં વિશે ઊંડાણપૂર્વક ડેમો દવારા માહિતી આપવામાં આવી હતી સાથે સાથે હેન્ડ વોશ કઈ રીતે કરવા તેની પદ્ધતિ સમજાવવામાં આવી . ટીડી વેક્સીનેશન,સિકલ સેલ , તથા હાલમાં ચોમાસાની મોસમ ચાલું હૉય ત્યારે મેલેરિયા ડેન્ગ્યુ ન થાય તેની કાળજી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને મચ્છરો ન કઇડે તેનાં માટે લાંબી બાઈના કપડાં પહેરાવ શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવા વિશે પણ શાળાના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં આર બીએસકે ટીમ તથા મેડિકલ ઓફિસર દેગાવાડા હાજર રહ્યા હતા