GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના કરવાઈ કંપા ખાતે આવેલી વૃંદાવન આશ્રમશાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કડાણા તાલુકાનાં ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવાઈ કંપા ખાતે આવેલી વૃંદાવન આશ્રમશાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર… અમીન કોઠારી  := મહીસાગર

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નોડલ ઓફિસર ડીવાયએસપી જે જી ચાવડાની નિગરાનીમાં આયોજિત આ સમર કેમ્પમાં ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને નાનપણથી જ કાયદાનું જ્ઞાન, રાષ્ટ્રભાવના, શિસ્ત, રમતગમત તેમજ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બને તે રીતેના ગુણોનું સિંચન કરવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ૮૦૦ થી વધારે વિદ્યાર્થી વિદ્યાર્થિનીની સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે નોંધણી કરવામાં આવી છે. વર્ષ દરમિયાન તેઓને નિર્ધારિત રૂપરેખા મુજબ તાલીમ આપવામાં આવે છે

જિલ્લામાં ૧૦ પોલીસ મથક વિસ્તારમાં ૧૦ પોલીસ યુનિટ આવેલા છે જેમાં દરેક યુનિટમાં ૪૪ બોયઝ અને ૪૪ ગર્લ્સ હોય છે. આ કેમ્પમાં વિવિધ પ્રવુત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓને કાયદાના અમલીકરણ, નાગરિક જવાબદારીઓ અને વ્યક્તિગત સલામતી વિશે મનોરંજક અને આકર્ષક રીતે શીખવવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ વિદ્યાર્થીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં અને તેમને જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

સમર કેમ્પ ૨૦૨૫ ના આયોજન અંગે નાયબ પોલીસ અધિક્ષક જે જી ચાવડા એ જણાવ્યું હતું કે, “મહીસાગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીની સહભાગિતાથી સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ ૮ અને ૯ના ૩૦૦ એસપીસી વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયર કેડેટ્સ તરીકે જોડાયા હતા. ૨૦ સીપીઓ અને ૨૦ એડીઆઈ તેમજ નિયમિત એક પીઆઇના સુપરવિઝનમાં કેમ્પમાં વિવિધ ઈનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કડાણા હાઈડ્રો પ્રોજેકટ, કડાણા ડેમ, રૈયોલી ડાયનાસૌર પાર્ક, નદીનાથ મહાદેવ જેવા જિલ્લાના મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. કેમ્પમાં ડિઝાસ્ટર અવેરનેસ પ્રોગ્રામ અને રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સતર્કતાના પાઠ શીખવવામાં આવ્યા હતા.

આ સમર કેમ્પમાં ૭ દિવસ દરમિયાન દરરોજ સમય પત્રક મુજબ સવારે પરેડ, યોગા, ઉપરાંત બાળકોને વિવિધ વિષયો જેવી કે આકાશ દર્શન, કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી, ઝુમ્બા, અરસપરસ ગોષ્ઠી તેમજ પોલીસ વિભાગની કામગીરી સાથે પરિચિત કરાવવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન આરોગ્યપ્રદ ભોજન નાસ્તો આપવામાં આવ્યો હતો. કેમ્પમાં વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કાર્યપદ્ધતિથી વાકેફ કરવા, કાયદાનું પાલન અને નાગરિક તરીકેની જવાબદારીઓ સમજાવવી, શિસ્ત, ટીમ વર્ક અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવો, સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર ભાવનાને પ્રોત્સાહન આપવું, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણો વિશે જાગૃતિ લાવવી જેવા મુખ્ય ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકો અને તેમનાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!