
તા.૦૫.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ડેપોથી અનીયમીત બસો આવતા વિદ્યાર્થીઓનો હોબાળો
અધિકારીઓએ દરમિયાનગીરી કરી આવતીકાલથી જ બસની સૂવિધા કરવાની બાહેધરી આપતા મામલો શાંત થયો દાહોદના બસ સ્ટેશને વિદ્યાર્થીઓએ નીયમીત બસ આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવી ચક્કાજામકર્યો હતો. અનેક વાર રજુઆત કર્યા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ન થતા વિદ્યાર્થીઓએ આ રૂપ અખત્યાર કર્યો હતો. વિભાગના અધિકારીઓએ દરમ્યાનગીરી કરી બસની સુવિધા કરવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.દાહોદના બસ સ્ટેશને જીલ્લા અને બહાર ગામથી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે. તેમાં વિદ્યાર્થીઓ પણઑ આસપાસના ગામોથી ભણવા સહિતના કામઅર્થે બસ દ્વારા આવે છે. ત્યારે જેસાવાડા ગામથી દાહોદની બસ અનીયમીત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફોને સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતા રૂટ પર નીયમીત બસ આવતી નથી આ બાબતે રોષે ભરાઈ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દાહોદ બસ સ્ટેશને ભારે હોબાળો મચાવી ચક્કાજામકરી બસનું આવાગમન બંધ કરાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો તેના પગલે એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા ભારે સમજાવટ બાદ આવતીકાલથી જ રૂટ ઉપર નીયમીત બસ આવશેની બાહેધરી આપતા મામલો શાંત થયો હતો. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.





