BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓએ પ્લાઝમા એક્ઝિબિશન 2026 ની મુલાકાત લીધી

9 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ સાયન્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓએ પ્લાઝમા એક્ઝિબિશન 2026 ની મુલાકાત લીધી
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓએ તારીખ 08/07/2026 ના રોજ એમ.એન કોલેજ, વિસનગર ખાતે યોજાયેલ પ્લાઝમા એક્ઝિબિશન 2026 ની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને પ્લાઝમા શું છે? તે કેવું હોય છે? તેના ઉપયોગો અને તેના વિશેની જાણકારી ગાંધીનગરથી આવેલ સાઈન્ટીસ્ટ ડૉ. રમેશભાઈ સરે વિગતવાર માહિતી આપી હતી. તદઉપરાંત પ્રો.અશોકભાઈ દરજી સાહેબે તથાડો.જે.એમ.ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને સાયન્ટિફિક અપ્રોચ વધારવા માટેનું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પ્લાઝમાના સાધનોના વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં હતી તથા તેઓએ મોડલો પણ નિહાળ્યા હતા.

Back to top button
error: Content is protected !!