લોક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ હેઠળ યોજાયેલ સ્પર્ધામા કરૂણેશ વિદ્યામંદિર સગનપુરાના વિદ્યાર્થીઓ ચમક્યા
તારીખ ૦૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શિવરાજપુર ખાતે લોક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગોની યોજાયેલ વિવિધ સ્પર્ધા જેવી કે વકૃત્વ સ્પર્ધા , ક્વિઝ સ્પર્ધા , પોસ્ટર મેકિંગ સ્પર્ધા એમ વિવિધ સ્પર્ધાઓમા કાલોલ તાલુકાના સગનપુરાના કરૂણેશ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશરે ૪૩ જેટલી શાળાના વિદ્યાર્થિઓ આ સ્પર્ધામા ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી કરૂણેશ વિદ્યામંદિરની ધોરણ-૧૨ની બે વિદ્યાર્થીનીઓ પરમાર રાગીણીબેન અને પરમાર મીનાક્ષીબેન બહુ જ સુંદર પ્રદર્શન કરીને ક્વિઝ સ્પર્ધા દ્રીતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાનુ નામ રોશન કર્યુ હતુ.વકૃત્વ સ્પર્ધામા શાળાની ધોરણ-૧૨ની વિદ્યાર્થી પરમાર હરેશ્વરીબેન અને પોસ્ટર મેકિંગ સ્પર્ધામા ધોરણ-૧૦ના વિદ્યાર્થી પરમાર ચિંતનકુમારે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આયોજક સંસ્થા દ્રારા વિવિધ ઇનામો , પ્રમાણપત્રો આપીને તેમનુ બહુમાન કરવામા આવ્યુ હતુ જે શાળા માટે ખુબ જ ગૌરવપુર્ણ બાબત હતી. આ સ્પર્ધા માટે વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષિકા શ્રધ્ધાબેન અને શાળાના આચાર્ય દ્રારા સુંદર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. શાળા મંડળ પરીવારે વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકોનુ અભિવાદન કર્યુ હતુ.