AHAVADANGGUJARAT

અયોધ્યા રામમંદિર ધ્વજારોહણ સમારંભમાં ડાંગ જિલ્લાનાં પી.પી. સ્વામીજી ઉપસ્થિતિ રહ્યા.

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર પર ધ્વજારોહણનો પવિત્ર અને ઐતિહાસિક સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રયોશા પ્રતિષ્ઠાન અને સંતોકબા ધોળકિયા વિધામંદિરનાં પી.પી. સ્વામીજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા આ પુણ્ય પ્રસંગમાં પી.પી.સ્વામીજીની હાજરીએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.સમારંભ દરમિયાન રામભક્તિનો માહોલ છવાયો હતો અને વિવિધ ધાર્મિક વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ સમારંભ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પી.પી. સ્વામીજીએ રામમંદિર નિર્માણને ભારતની આસ્થા, એકતા અને સંસ્કૃતિનો જીવતો પ્રતીક ગણાવતા આશીર્વચન આપ્યા હતા.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત દેશભરના સંતો, મહાત્માઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા..

Back to top button
error: Content is protected !!