GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું.

 

તારીખ ૨૩/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ના બેઢિયા પ્રાથમિક શાળા ખાતે કાલોલ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉત્સાહપૂર્વક યોજાયો હતો ત્યારે કાલોલ તાલુકાની વિવિધ શાળાઓએ વૈજ્ઞાનિકતા, સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા દર્શાવતા આકર્ષક મોડલો પ્રદર્શન માટે રજૂ કર્યા હતા.પ્રદર્શનના ટકાઉ ખેતી (Sustainable Agriculture) વિભાગમાં વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળા દ્વારા રજૂ કરાયેલ “ઇકો સ્માર્ટ ફાર્મિંગ મોડલ” ને વિશેષ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી અને આ મોડલે વિભાગમાં અને તાલુકામાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.આ મોડલ તૈયાર કરવામાં શાળાના વિદ્યાર્થીઓ જમાલ મુજમ્મીલ ઇમરાન અને પાડવા મો.ઝેદ ઈકબાલ નો ઉત્સાહ અને મહેનત નોંધપાત્ર રહી હતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષક હારીષ હારૂન કલા ના માર્ગદર્શન હેઠળ ટીમે આ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી હતી.શાળાના મુખ્યશિક્ષક, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે આ નોંધપાત્ર સિદ્ધિ પર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ મોડલ દ્વારા ટકાઉ કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ ફાર્મિંગના ઉપાયોનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!