BANASKANTHAGUJARATKANKREJ

શ્રી વી.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા ખાતે ચિત્ર,નિબંધ અને રંગોળી સ્પર્ધાનું સફળ આયોજન…

થરા ખાતે આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રીયચેતના અને અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલ

શ્રી વી.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા ખાતે ચિત્ર,નિબંધ અને રંગોળી સ્પર્ધાનું સફળ આયોજન…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, રાષ્ટ્રીયચેતના અને અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલ ના સૂચનાના પગલે પ્રિ.પ્રો. પ્રિયંકાબેન ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું સફળ આયોજન ૧૧ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું.ચિત્ર સ્પર્ધામાં પ્રો.પ્રિયંકાબેન દેસાઈ, પ્રો.પાર્વતીબેન પરમાર અને રંગોળી સ્પર્ધામાં પ્રો.પૂજાબેન સોની તથા નિબંધ સ્પર્ધામાં પ્રો. સુનિલભાઈ પટણી દ્વારા વિદ્યાર્થીઓને અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રો. રોહિતભાઈ રાઠોડ,પ્રો. ભરતભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.ત્રણેય સ્પર્ધાઓમાં અંદાજે ૮૦ જેટલા વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.કોલેજના પ્રમુખ અણદાભાઈ આર.પટેલે સ્પર્ધા દરમિયાન દરેક કૃતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તેમના સર્જનાત્મક પ્રયાસોની પ્રશંસા કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!