GUJARATKUTCHNAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું સફળ આયોજન.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ અને પી.એચ.સી.- નિરોણાની શ્રેષ્ઠ કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા.૨૯ જૂન : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે આર.બી.એસ.કે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત દિપ પ્રાગટ્ય અને માં શારદે વંદનાથી કરવામાં આવી. આ કેમ્પ મેડિકલ ઓફિસર ડૉ રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન ચૌહાણ , ડૉ. હર્ષાબેન સુસુકીયા તથા સમગ્ર આરોગ્ય ટીમનું શાળાના આચાર્ય ડૉ. વી.એમ.ચૌધરી સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતુ.આ કેમ્પમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની બ્લડ ગ્રૂપ ચકાસણી, હીમોગ્લોબિન તપાસ, હ્રદય, આંખ અને દાંતની તપાસ, ઊંચાઈ, વજન તથા અન્ય આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. વિધાર્થીઓ માટેનો કદાચ આ સૌથી મોટો બ્લડ ગ્રૂપિંગ કેમ્પ હતો. આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આર.બી.એસ.કે. ટીમ, પી.એચ.સી. સ્ટાફ તથા શાળાના શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધી આશાબેન પટેલે કરેલ હતી.

Back to top button
error: Content is protected !!