ડીટવાસ સામૂહિક કેન્દ્ર ઇએમટી ફરજ બજાવતા સુધાબેને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી.
અમીન કોઠારી મહિસાગર
ડીટવાસ સામુહિક આરોગ્ય કેન્દ્ર EMT ફરજ બજાવતા સુધાબેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી .
કડાણાનાં ડીટવાસ સીએસસી 108 ઈમરન્સી એમ્બ્યુલન્સના તેઓની ફરજ દરમિયાન સુવાવડનાં એક કેસ માટેનો કોલ આવ્યો હતો. ત્યારે ડીટવાસ સીએસસી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દી રેખાબેન તાવીયાડને પ્રસુતિ માટે ડીટવાસ સી એસ સી ખાતે લાવવામાં આવ્યા પરંતુ ત્યાંના તબીબ ડોક્ટરે રેખાબેનને પ્રસુતિ માટે આગળ જવું પડે તેવું પરિવારોને જણાવ્યું હતું ત્યાંથી ડીટવાસ સીએસીસી સેન્ટર પરથી 108 મારફતે લુણાવાડા તરફ જતા એમ્બ્યુલન્સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારે સમય સૂચકતા દાખવીને…
એમ્બ્યુલન્સના પાયલોટે એમ્બ્યુલન્સ ઉભી રાખી EMT સુધાબેન ઠાકોર દ્વારા મહિલાને રસ્તામાં ડિલિવરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. જ્યારે માતા અને તાજા જન્મેલા બાળક ને જરૂરી cpr તથા bvm સત્સંગ કરી બાળકને રૂટીન કેર આપી મહિલા અને બાળક સુરક્ષિત રીતે લુણાવાડા કોટેજ હોસ્પિટલ દાખલ કરાયું ત્યારે પરિવારજનો પણ પાયલોટ તેમજ ઈમટી સુધાબેન ઠાકોરને લાબા આયુષ્ય અને આશીર્વાદ આપ્યા હતા.