MAHUVASURAT

મહુવામાં પૂર્ણા નદીમાં દોઢ કરોડનો ચેકડેમ ‘ઓગળી’ જતા ખેડૂતની જમીન ધોવાઈ ગઈ

થોડા દિવસો અગાઉ સુરત જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે મહુવા તાલુકાના ઓંડચ ગામેથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેથી ગામમાં અંદાજે દોઢ કરોડના ખર્ચે બનેલો ચેકડેમ પણ પાણીની સાથે ધોવાઈ ગયો હતો. ચેકડેમ ધોવાતા પાણી ખેડૂતોની જમીન પર ફરી વળ્યું હતું. જમીનનું ધોવાણ થતાં ખેડૂતને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે, આ તંત્રની બેદરકારી છે કે, પછી નબળી કામગીરી કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી પર ઓંડચ ગામે ચેકડેમ આવેલો છે. ચેકડેમને લઈ હાલમાં ચોમાસાની શરૂઆત સાથે જ પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. નદીમાં જળ સ્તર વધતાંની સાથે જ નદીએ ગામ બાજુના પ્રોટેક્શન વોલ તોડી નદીનો વહેણ બદલ્યો હતો. જેને પગલે હાલ 6 જેટલા ખેડૂતોની પંદર વીઘા જેટલી જમીન પાણીમાં પટમાં જતી રહી હોવા છતાં આ બાબતે તંત્ર હજુ પણ ગંભીર ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કરોડોની જમીન પાણીમાં ધોવાઈ જતાને ભારે પૂર આવતા તંત્રએ માત્ર જીઆરડી જવાનો ગોઠવીને સંતોષ માન્યો હતો. બે વર્ષ અગાઉ જે સમયે આ ચેકડેમ બનવાની શરૂ થયું ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે, ચેકડેમથી પાણીનો સંગ્રહ થશે. આજુબાજુના ગ્રામજનો માટે આ ચેકડેમ આશીર્વાદરૂપ બનશે. પરંતુ વ્યારા ડ્રેનેજ વિભાગની કચેરી અંતર્ગત આ ચેકડેમની કામગીરીનો પ્રારંભ થયો હતો. યોગ્ય આયોજન વગર ચેકડેમનું કામ શરૂ થયું હતું. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી. ચેકડેમ બની ગયા બાદ સમયસર પ્રોટેકશન વોલની કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ તે પૂર્ણ થઈ ન હતી. પરિણામે આ ચેકડેમ ખેડૂતો માટે આફતરૂપ બન્યો હતો.
હાલમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાનાં સર્વે નંબર 310, 311, 312, 313, 314, 315ના ખેડૂતોની જમીન નદીના પટમાં ગરક થઈ ગઈ છે. જેમાં મુખ્ય ખેડૂત અતુલભાઈ બાબુભાઇ નાયકની દસ વીઘા જમીન છેલ્લા બે વર્ષ દરમ્યાન પાણીમાં ગરક થઈ છે. જમીનનું ધોવાણ હજીપણ ચાલુ જ છે. દોઢ કરોડના ચેકડેમે અંદાજિત દસ કરોડ જેટલી હાલ બજાર કિંમતની જમીનનું ધોવાણ કરી નાખ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!