KAMREJSURATSURAT CITY / TALUKO

શેખપુર ગ્રામ ખાતે હરિદર્શન વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

વેલંજા:  શેખપુર ગામ વિસ્તાર ખાતે આવેલી હરિ દર્શન વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શાળામાં વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા અવનવા ડાન્સ તેમજ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ ઉપરાંત ગુરુ-શિષ્ય પરંપરાના પવિત્ર સંબંધને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાન અને વિદ્યાની દેવી મા સરસ્વતીનું પૂજન કરી સૌએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે હરિ દર્શન વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી વ્રજેશ વિરાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાના અન્ય શિક્ષકગણ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના પર્વનું મહત્વ સમજાવી જીવનમાં ગુરુના સ્થાન અને માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમા મહોત્સવની આ સુંદર ઉજવણીથી શાળાનું વાતાવરણ ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું. અંતે સૌએ સાથે મળી ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!