
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના પીપલઘોડી ગામ ખાતે રહેતો રવિન્દ્રભાઈ શંકરભાઈ ગાવિત પોતાના કબજાની હોન્ડા ડીઓ મોટરસાયકલ ગાડી રજી. નં.GJ -30-E-5349 પર સવાર થઈને વઘઈથી આહવા જતા રોડ ઉપર કુકડનખી ગામના વળાંકમાથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે આ જી.આર.ડી.જવાને પોતાના કબજાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં મોટરસાયકલ ઉતારી દીધી હતી અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 28 વર્ષીય જી. આર.ડી.જવાન રવિન્દ્ર ગાવીતનું ઘટના સ્થળ પર જ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતનાં બનાવને લઈને વઘઈ પોલીસની ટીમે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





