OLPADSURAT

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ યાત્રામાં સન્માન

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ઓલપાડ દ્વારા આયોજિત સાયકલ યાત્રામાં ભાંડુત ગામના વતની તથા શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય શ્રી ધર્મેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તેમજ પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને નિયમિત સાયકલિંગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. અંતે સ્વચ્છતા અભિયાન યોજાઈ સૌએ સ્વચ્છ અને હરિયાળા સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત

Back to top button
error: Content is protected !!