BANASKANTHAPALANPUR

થરા કોલેજમાં બીએ બીકોમ સેમી-૬ અને એમ. એ. એમ. કોમ. સેમી–૪ના વિધાર્થીઓનો દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

18 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિધાસંકુલ અંતર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા માં ગઈકાલે તા. ૧૮/૦૩/૨૦૨૩ને શનિવારે બીએ બીકોમ સેમી-૬ અને એમ. એ. એમ. કોમ. સેમી–૪ના વિધાર્થીઓનો દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ ઝાઝાવડા વાળીનાથ મહાદેવ તીર્થ થરા,સમસ્ત ભરવાડ સમાજના ગુરુ ગાદીપતિ પ.પૂ ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુ શિવપુરીજી મહારાજ અને નીલમભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ ગયો.આ અંગે માહિતી આપતાં યશપાલસિંહ  ટી.વાઘેલા એ જણાવ્યું હતું કે કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિ.ડૉ ડી.એસ. ચારણે ઉપસ્થિત મહંત અને મહેમાનોનું સ્વાગત કરી દીક્ષાર્થી ભાઈ-બહેનોને સ્પર્ધાત્મક સમયમાં ઉજ્જવળ પરિણામો પ્રાપ્ત કરી કારકિર્દી બનાવવા મહેનત અને પરિશ્રમ કરી ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરી કોલેજ નું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવેલ. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માર્ચ જુન યુનિવર્સીટી પરીક્ષામાં કોલેજમાં પ્રથમ,દ્વીતય,તૃતીય પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવેલ શૈક્ષણિકવર્ષ ૨૦૨૨-૨૩માં સંસ્કૃતિક ,એન.એસ.એસ.એનસીસીતેમજ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવકરનાર તથા વિશેષ યુનિવર્સિટી ખેલ કૂદ રમતોસ્વ “કબડ્ડી” સ્પર્ધામાં બહેનો ની ટીમ ચેમ્પિયન બનતા બાપુ અને મહાનુભવો ના વરદહસ્તે ટ્રોફી અને સ્પોર્ટ્સકીટ અર્પણ કરવામાં આવેલ. સંસ્થા વતી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીગણને શાલ અને કાપડની કીટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.આ પ્રશંગે ગાદીપતિ ઘનશ્યામપુરી બાપુએ દીક્ષાર્થી ભાઈ બહેનોને ધર્મ સંસ્કાર અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી યુપીએસસી અને જીપીએસસી પરીક્ષા પાસ કરી કોલેજનું નામ ગુંજતું કરવાનું આહવાન કરી આર્શીવચન પાઠવેલ નીલમભાઈ પટેલે જ્ઞાન કૌશલ્ય અને ચારિત્ર્ય ક્ષેત્રે દીક્ષાર્થીઓને માહિતગાર કરેલ ભૂતપૂર્વ પ્રિ.ડૉ હેમરાજભાઈ પટેલે શ્રીમદ્ ભગવદગીતાના કર્મના સિન્દ્ધાંત ને સમજાવી ને આચરણ દ્વારા વિધાર્થી પ્રતિભા ને ખીલવવા પ્રેરક માર્ગદર્શન આપેલ વિદાય લેનાર અને વિદાય આપનાર વિધાર્થીઓ એ કોલેજ ના સંસ્મરણોને વાગોળીને પ્રતિભાવ આપેલ તદ્દઉપરાંત ગરબો અને નૃત્યનાટિકા રજુ કરેલ આ પ્રસંગે કેળવણી મંડળના ઉત્સાહી પ્રમુખ ધીરજભાઈ કે શાહ, પાલિકાના કોર્પોરેટર ગીરાબેન ડી શાહ, ભૂમિદાતા રાજેશભાઈ સોની, મંત્રી જીતેન્દ્રભાઈ શાહ કેળવણી મંડળના સદસ્યઓ કે.સી.શાહ,ભૂપેન્દ્રભાઈ ધાણધારા, હસમુખભાઈ ઝવેરી, સંકેતભાઈ શાહ, તથા કોલેજ સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ .મયંકભાઈ એમ.જોષી એ કરેલ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!