સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.
તા.22/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લીંબડી અને ધ્રાંગધ્રામાં 100-100 સીસીટીવી ફીટ કરાશે – પોલીસ વડા
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક ઈન્સ્પેકશન અર્થે ગુરૂવારે સાંજના સમયે જિલ્લા પોલીસ વડા આવ્યા હતા જેમાં શહેરીજનો સાથે લોક દરબાર પણ યોજાયો હતો આ તકે તેઓએ સુરેન્દ્રનગર ઉપરાંત લીંબડી અને ધ્રાંગધ્રા શહેરમાં 100-100 સીસીટીવી કેમેરા લગાવવાની માહિતી આપી હતી સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, રતનપર અને જોરાવરનગર વિસ્તારમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવાયા છે શહેરના 50થી વધુ સ્થળોએ લાગેલા 250થી વધુ સીસીટીવી કેમેરા હાલ ગુનાના ભેદ ઉકેલવા સહિત અનેક રીતે ઉપયોગી નીવડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં હજુ 100થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક ઈન્સપેકશન અર્થે એસપી ગુરૂવારે સાંજે આવ્યા હતા જેમાં શહેરીજનો સાથે લોક દરબાર પણ યોજયો હતો જેમાં શહેરીજનોએ ટ્રાફીક, રસ્તા પર પશુઓના અડીંગા વિશે રજુઆતો કરી હતી આ તકે એ ડીવીઝન પીઆઈ આર. એમ. સંગાડા, પીએસઆઈ એચ. એસ. જાડેજા, કે. બી. મારૂડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર શહેરમાં હજુ વધુ 100 સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જયારે લીંબડી અને ધ્રાંગધ્રા શહેરમાં પણ 100-100 સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવનાર છે.