GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઇન છેતરપિંડી કરનાર આરોપીને દબોચી લીધો

તા.30/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સાહેબ, સુરેન્દ્રનગરનાઓ તરફથી સાયબર ક્રાઈમ સંબધીત ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આધારે તથા એ.જે. સોલંકી પીઆઇ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લામાં સાયબર ફોડના બનાવોનો ભેદ ઉકેલવા સુચના થયેલ જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ ટીમના પીઆઇ, પો.હે.કો બિંદુબા પી ઝાલા, પરેશભાઈ સાકરીયા, સિરાજખાન મલેક સહિત સમગ્ર ટીમ દ્વારા શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપી રોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી સુરેન્દ્રનગરના જૈનીકભાઈ ગુજરાત પોલીસ દીનેશભાઈ ગોસ્વામી નામના ફરીયાદી સાથે શેર બજારમાં રોકાણ કરવાના બહાને આરોપી દ્રારા વોટ્સએપ નંબર 918347056815 તથા 919727415023 ઊપયોગ કરી રોકાણ ટીપ દ્વારા આરોપીઓ દ્રારા અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂ, ૧,૨૦,૫૦૦ ડીપોઝિટ કરાવી ઓનલાઇન ફ્રોડ આચર્ય હતું જે અંગે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ હતો સદરહુ બનાવની તપાસમાં સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આરોપી દીપેન શૈલેષકુમાર ભાવસાર રહે, બી ફ્લેટ 505 મધુવન ગ્લોરી એસઆરપી કવાર્ટર પાછળ ધરણીધર બંગલોની પાસે નવા નરોડા અમદાવાદ આરોપી દ્રારા ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લામાં શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા ટીપ આપી રોકાણ કરાવી મોટા નફાની લાલચ આપી ફ્રોડ આચરતો હતો મજકુર આરોપી આ કામ આશરે 3 વર્ષથી કરતો હતો ફ્રોડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ વિવિધ બેંક ટ્રાન્જેક્સનોને એનેલાઇઝ કરતા થયેલ તમામ ટ્રાન્ઝેકશનો ગુજરાત રાજયના અમદાવાદના ખાતા ધારકનું હોવાનું જાણવા મળેલ જેના આધારે અકાઉન્ટ ધારકની વિગત મેળવી અમદાવાદ જીલ્લા ખાતેથી આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!