સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે જીવદયા પ્રવૃતિ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષી ઘરો અને ચણનું વિતરણ
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પાવન અવસરે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા સેવા રૂપે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો અસહ્ય ગરમીના કારણે રોજે રોજ તીવ્ર બની રહેલા તાપમાન વચ્ચે પક્ષીઓ માટે જીવનરક્ષક સાબિત થાય તે માટે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ, સુરેન્દ્રનગર ખાતે પાણીના કુંડા, ચકલી ઘર અને ચણનુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમ અંતર્ગત: ૫૦૦ પાણીના કુંડા, ૩૦૦ પક્ષી ઘરો, ૭૦૦ પેકેટ જાર વિતરણ કરવામાં આવ્યાં હતાં અને સમગ્ર આયોજન દરમિયાન સિલ્વર ગ્રુપના પ્રમુખ કુણાલભાઈ બાવીસી તથા તેમની કારોબારી ટીમ કાર્યક્ષેત્રે સક્રિય રીતે ઉપસ્થિત રહી લોકોમાં આ સભ્યતાપૂર્ણ કાર્ય માટે જાગૃતિ ફેલાવી હતી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર ગ્રુપના જીવનમૂલ્ય જીવમાત્ર પ્રત્યે કરુણાના અનુસંધાનમાં સતત આવા સેવાકાર્યોને પ્રોત્સાહન આપે છે.