GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઇન ડીમાન્ડ સર્વે કેમ્પ યોજાયો હતો

તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ શહેરી અંતર્ગત જરૂરિયાતમંદ નાગરિકો માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને પાકું આવાસ પૂરું પાડવાના ઉમદા હેતુથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં અંદાજે ૧૦૦ જેટલા નાગરિકોએ હાજરી આપી હતી મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત લોકોને યોજનાની પાત્રતા અરજી કરવાની પ્રક્રિયા અને મળનારા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ સાથે ઘણા લાભાર્થીઓની વિગતો સ્થળ પર જ ઓનલાઈન નોંધીને અરજી પ્રક્રિયામાં મદદ કરવામાં આવી હતી મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એક પણ જરૂરિયાતમંદ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા નાગરિકોના જીવન ધોરણને સુધારવા અને તેમને સુરક્ષિત આવાસ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે ભવિષ્યમાં પણ આવા વધુ કેમ્પનું આયોજન કરવામાં આવશે જેથી મહત્તમ જરૂરિયાતમંદ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે આ પહેલથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોતાનું ઘર બનાવવાની આશા બંધાઈ છે જે સામાજિક સમાનતા અને વિકાસ માટે એક સકારાત્મક પગલું છે.

Back to top button
error: Content is protected !!