સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ૨૫૭.૬૦ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કાર્યોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
સુરેન્દ્રનગર શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી જનસુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ
તા07/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી જનસુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ
વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી રાજ્યના શહેરી વિકાસની બે દાયકાની સફળતાની આ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપાવીને શહેરી પરિવેશમાં પરિવર્તન તેમજ નાગરિકોના સશક્તિકરણને સમય અનુરૂપ દિશા આપવા ૨૦૨૫નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ માં શહેરી જન સુખાકારી વધુ સુવિધાસભર બનાવવાનો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે મુખ્યમંત્રીએ ૬ નવરચિત મહાનગર પાલિકાઓ, ૫ નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં ૧૭૫૭.૫૭ કરોડ રૂપિયા થી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે મંજૂર કરેલી આ રાશિમાંથી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાને ૨૫૭.૬૦ કરોડ રૂપિયા મળશે જેના પરિણામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાગરિકોને સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે જેવી આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા શહેરના તમામ માર્ગોના રિપેરિંગ કરવામાં આવશે તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા અને આઇકોનિક રોડના નિર્માણ જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે નાગરિકો ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો ધ્યેય સાકાર કરી શકે તે હેતુથી શહેરી જન સુખાકારીના વિકાસ કામો માટે ફાળવેલી આ રકમ આવનારા દિવસોમાં રાજ્યના શહેરી વિકાસમાં નવુ બળ ઉમેરશે.