સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની અણ આવડતના કારણે પાણીનો થતો ભયંકર વેડફાટ
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ ખાતે મહાનગર પાલિકાના પાણી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડ્યું અને આખો રોડ જળબંબાકાર થઈ ગયો હતો જી.યુ.ડી.સી દ્વારા નલ સે જલની નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ઠેર ઠેર ભંગાણ પડે છે અને જ્યારે જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે ઠેર ઠેર જગ્યાએ લાઈનો તૂટે છે અને બેફામ રીતે પાણીનો વેડફાટ ભાગ થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં હજી પણ એવા છેવાડાના વિસ્તારો છે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શક્યા નથી ત્યારે આવી રીતે તંત્રની અણઆવડતના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ કેટલા અંશે યોગ્ય છે સાથે સાથે તેના રીપેરીંગ પાછળ પણ માતબર પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે જી.યુ.ડી.સી દ્વારા નલ સેજલ ની લાઈન નાખવામાં આવી તેના કારણે તમામ રોડ તોડવામાં આવ્યા છે તે રોડ પેચવર્ક કોણ અને ક્યારે કરવામાં એ પણ એક મહા પ્રશ્ન છે મહાનગર પાલિકાના કમિશનરને વિનંતી છે કે જી.યુ.ડી.સી દ્વારા નલ સે જલ યોજનામાં નબળી ગુણવત્તાનું મટીરીયલ અને નબળી કામગીરી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.