સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે કામગીરી શરૂ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વિવિધ કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે શહેરના ખુલ્લા અને કોમન પ્લોટમાંથી કંટ્રક્શન વેસ્ટ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે 1 જેસીબી અને 6 ટ્રેક્ટરના 40થી વધુ ફેરા કરીને છાણ, ખાતર અને કચરાના ઢગલા હટાવવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટરના ઢાંકણા બદલાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને રોડ રસ્તા રિસરફ્રેસિંગની કામગીરી પણ પ્રગતિમાં છે આ અંતર્ગત, રોડ-રસ્તા પરના કુલ 393 ખાડાઓ પૈકી 229 જેટલા ખાડાઓમાં પુરાણ કરવામાં આવ્યું છે જ્યારે 190 જેટલા ગટરના ઢાંકણા બદલાવવામાં આવ્યા છે શહેરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા 26 વિસ્તારો પૈકી 25 વિસ્તારોમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વધુમાં શહેરમાં રોગચાળાને નિયંત્રિત કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ નિયમિતપણે હાથ ધરવામાં આવી રહી છે 80 ફૂટ રોડ, નવા 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, ઉપાસના સર્કલ સહિતના વિસ્તારોમાં NVBDCP અંતર્ગત ફોગિંગ અને વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ સહિતની એન્ટી મેલેરિયા કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક અને રોડ ઉપર કચરો નાખનારાઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર મહાનગર પાલિકા શહેરને સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે.