GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના મલાવ કૃપાલુ સમાધિ મંદિર ખાતે દસમાં તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૨૫/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા,સંવેદનશીલતા તથા જવાબદારીપૂર્વક કાર્ય કરી પ્રજાજનોને તત્કાલ સેવાનો લાભ થાય તેવા ઉમદા હેતુથી સેવાસેતુ દસ મા તબક્કાનો શહેરી વિસ્તારનો કાર્યક્રમ કાલોલ તાલુકાના મલાવ કૃપાલુ સમાધિ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર,તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ, સર્કલ મામલતદાર રાકેશકુમાર સુથરીયા, મહેસુલ વિભાગના નાયબ મામલતદાર વિશાલભાઇ પટેલ, કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર સહિતના રાજકીય અગ્રણી આગેવાનો અને મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, કાલોલ એમજીવીસીએલ નો સ્ટાફ તથા આઇસીડીએસ વિભાગ સહિતના જુદી જુદી શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો શુભારંભ દિપ પ્રગટ્યથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ શબ્દોથી સ્વાગત કરી સેવા સેતુની વિવિધ યોજનાઓ વિશે વિગતે જાણકારી આપી હતી.તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સ્થળે જુદાજુદા અંદાજીત ૧૮ જેટલા સ્ટોલ દ્વારા અંદાજે બાવીસ જેટલા સમાવિષ્ઠ ગામના લાભાર્થીઓ માટે લાભદાયી કામગીરી કરવામાં આવી હતી.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજના ઓના લાભ આપવામાં આવ્યા હતા.સરકારી યોજનાઓ નો લાભ દરેક વ્યક્તિ ને પોતાના ધર નજીક એક જ જગ્યાએ થી મળી રહે છે અને લોકો ની અપેક્ષા સંતોષાય અને પ્રશ્ર્નો નો ન્યાયીક ઝડપી ઉકેલ લાવવા વહીવટમાં પારદર્શિતા, જવાબદારીપણુ, સંવેદનશીલતા લાવવા રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોમાં પણ આવા સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!