GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.

તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને લોકો વિરુદ્ધ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાંથી કુલ રૂપિયા 55,500નો દંડ વસૂલવામાં આવ્યો છે જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 થી 4માં ટીબી હોસ્પિટલ રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના વિસ્તારોમાંથી રૂપિયા 17,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો જ્યારે વોર્ડ નં. 5 થી 7માં નવા 80 ફુટ રોડ, 80 ફુટ રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાંથી રૂપિયા 10,000નો દંડ અને વોર્ડ નં. 8માં ટાવરથી અન્ડરબ્રીજ સુધીના વિસ્તારમાંથી રૂપિયા 24,200નો દંડ તથા વોર્ડ નં. 9 અને 10માંથી રૂપિયા 4,300ના દંડની વસુલાત કરવામાં કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા આવી કાર્યવાહીઓ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે જેથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેરમાં કચરો ન ફેંકે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!