GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે - ચેરમેન હરદેવસિંહ પરમાર

તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે – ચેરમેન હરદેવસિંહ પરમાર

સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી.કે.પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહે અનેક મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને સાર્થક કરવાના પ્રયાસો કર્યા છે સહકાર મંત્રાલયની રચના થઈ ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને હવે આ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે બેંકના વિકાસ માટે થાપણો આધારશીલા સમાન છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બેંક સાથે સંકળાયેલા ખેડૂતો અને મંડળીઓની ખેતી વિષયક ધિરાણની જરૂરિયાતની પહોંચી વળવા માટે બેંકની થાપણ વધારવાની જરૂરિયાત છે આથી ઉપસ્થિત સર્વેને બેંકની થાપણમાં વધારો કરવા માટે અપીલ કરી હતી સંબોધન કરતા ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯માં બેંક જ્યારે 72 કરોડની ખોટ કરતી હતી એવા સમયમાં આ બેંકનું સુકાન સંભાળ્યું હતું આજે જણાવતા આનંદ થાય છે કે બેંકે ઇન્કમટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા રૂ.10 કરોડથી વધારેનો ચોખ્ખો નફો કર્યો છે બેંકના હાલના ગ્રોસ એન.પી.એ.ના 85 ટકા કે.સી.સી. ધિરાણનું એન.પી.એ. છે આથી જો મંડળી સધ્ધર થશે તો બેંક પણ સધ્ધર બનશે બેંકમાંથી કે.સી.સી. ધિરાણ મેળવતા ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે વર્ષ દરમિયાન અકસ્માતના કુલ આઠ ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર કરી રૂ.16 લાખ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવ્યા છે ડિવિડન્ડ અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આર.બી.આઈ.ની ગાઈડલાઈન મુજબ સતત બે વર્ષ સુધી નેટ એન.પી.એ. 5% થી ઓછું હોય તો જ ડિવિડન્ડ આપી શકાય છે વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે અને સભાસદોને ભેટ પણ આપવામાં આવશે આ પ્રસંગે શ્રેષ્ઠ મંડળી, શ્રેષ્ઠ શાખાને સન્માનિત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખનું અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરસાગર ડેરી ચેરમેન શ્રી નરેશભાઈ મારુ, બેંકના ઉપપ્રમુખ વાલજીભાઈ પટેલ, અગ્રણી સર્વે જયેશભાઈ પટેલ, બેંકના ડાયરેક્ટર હરપાલસિંહ રાણા, વાજસૂરભાઈ આહીર, મૌલેશ પરીખ, કનુભાઈ વણોલ, પ્રવીણભાઈ ચૌહાણ, ભગવાનભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!