સુરેન્દ્રનગરની શાળાઓ જબરદસ્તીથી વાલીઓને ભાજપના સદસ્ય બનાવી રહી છે: રાજુ કરપડા ‘આપ’
સ્કૂલના whatsapp ગ્રુપમાં શાળાના નંબર પરથી ભાજપના કાર્યકર બનવાની લીંક શેર કરવામાં આવી રહી છે: અમૃતભાઈ મકવાણા 'આપ'
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સ્કૂલના whatsapp ગ્રુપમાં શાળાના નંબર પરથી ભાજપના કાર્યકર બનવાની લીંક શેર કરવામાં આવી રહી છે: અમૃતભાઈ મકવાણા ‘આપ’
શાળાઓમાં ચાલતા બળ જબરીપૂર્વકના સદસ્યતા અભિયાન વિશે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તો તેઓ મિટિંગનું બહાનું બનાવીને ભાગી ગયા: રાજુ કરપડા ‘આપ, શાળાઓને રાજકીય અખાડો ન બનાવવામાં આવે: અમૃતભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા અને પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આ મુદ્દા પર રાજુભાઈ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લાની અણીન્દ્રા શાળાના બાળકોના વાલીઓના નંબર ફરજિયાતપણે લેવામાં આવી રહ્યા છે અને બળજબરીપૂર્વક વાલીઓને ભાજપના સદસ્ય બનવા માટે ફરજ પાડવામાં આવી રહી છે આ સિવાય ગઈકાલે સુરેન્દ્રનગરની આઇપીએસ સ્કૂલનો વિડીયો ફરતો થયો અને અમને એ સ્કૂલના ધોરણ ચારના whatsapp ગ્રુપના સ્ક્રીનશોટ મળ્યા છે જેમાં જે બાળકોના અભ્યાસ અને હોમવર્કની માહિતી શેર કરવાની હોય તેમાં ભાજપના કાર્યકર બનવાની લિંકો પણ શેર થઈ રહી છે અને આ લિંક સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે આ ઘટનાની વાસ્તવિકતા શું છે તે પોલીસ તપાસના અંતે જ બહાર આવશે. આટલા ગંભીર મુદ્દા પર અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા પરંતુ તેઓ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવાની બદલે મીટીંગનું બહાનું બનાવીને ભાગી ગયા જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા તેમાં અમે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરની શાળાઓમાં ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા અભિયાનમાં વાલીઓને જબરદસ્તીથી સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે. શાળાઓને રાજકીય અખાડો બનતા અટકાવવું જરૂરી છે કારણ કે શાળા વિદ્યાનું ધામ છે અને વિદ્યાનું મંદિર છે શાળા દ્વારા ચલાવતા whatsapp ગ્રુપના માધ્યમથી વાલીઓને ભાજપના સદસ્યતા અભિયાનની લીંક મોકલીને ભાજપના સભ્ય બનાવવાની ભલામણ કરવામાં આવે છે જે મુદ્દા પર અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિનંતી કરીએ છીએ કે આ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવામાં આવે અને જે શાળા દ્વારા આવી ઘટના ઘટી છે તેના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.
0k5xpz