સુરેન્દ્રનગર SOG પોલીસે સાયલા વાડી વિસ્તારમાંથી ગુમ થયેલા 3 બાળકોને સાયલા અને લીમડી પોલીસે ગણતરી એક કલાકમાં શોધી કાઢ્યા.
તા.21/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી શાખા પીઆઇ બી. એચ. શીગરખીયાની ટીમ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા પીએસઆઇ એન.એ. રાયમાની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રો. પીએસઆઇ એચ.એન. ઝાલા સાયલા પોલીસ સ્ટેશનના દ્વારા પીઆઇ બી.એચ. શીંગરખીયાને જાણ કરેલ કે છડીયાળી ગામેથી વાડી વિસ્તારમાં ખેતીમાં મજુરી કામ કરતા રમેશભાઈ લખમણભાઈ વાદી વાળાના બે ભાઈઓ જેમાં મિથુન ઉ.9 તથા જગો ઉ.6 અને એક બહેન નામે રાધીકા ઉ.6 છે જેઓ આજરોજ બપોરના મજુરી કામ કરતા હોય તે વાડીએથી કોઈને જાણ કર્યા વગર કયાંક ચાલ્યા ગયા હોય જે અન્વયે સાયલા પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા આવેલ છે આથી તમામ સ્ટાફ બાળકોની શોધમાં લાગેલ અને તે બાબતે પેટ્રોલીંગ દરમ્યાન ઉપરોકત જણાવેલ નામ વાળા તમામ બાળકોને પેટ્રોલીંગ ટીમો દ્વારા હ્યુમન સોર્સીંગ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી શોધખોળ કરતા ગુમ થયેલ ત્રણેય બાળકો પીએસઆઈ રાયમાને લીંબડીથી મળી આવેલ છે આમ પોલીસે ગણતરીની કલાકોમાં બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.