GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH
સુરેન્દ્રનગર SOG પોલીસે ખાખરાળી ગામેથી ગેરકાયદેસર મઝલલોડ બંદુક સાથે એક ઇસમને દબોચી લીધો

તા.23/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજીના પીઆઇ બી. એચ. શીંગરખીયા તથા પીએસઆઇ એન. એ. રાયમા, આર.જે.ગોહિલ, અનિરૂધ્ધસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મીતભાઇ દિલીપભાઇ ને ખાનગી બાતમી મળેલ કે ખાખરાળી ગામે રહેતો એક ઈસમ નવઘણભાઇ લાલજીભાઇ કણસાગરા પોતાના પાસે ગેરકાયદેસર હથીયાર રાખે છે અને હથીયાર પોતાના ખેતરના ઓરડીની બાજુમાં રાખેલ છે જે હકિકત આધારે તપાસ કરતા આ હકિકતવાળા ઇસમ નવઘણભાઇ લાલજીભાઇ કણસાગરા રહે, ખાખરાળી થાનગઢ વાળાને ગેરકાયદેસર લાયસન્સ કે આધાર પુરાવા વગર એક દેશી હાથ બનાવટના સીંગલ બેરલ મઝલલોડ કિ.રૂા.૩૦૦૦ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25(1) (1-b)(a) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




