SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દુષણને ડામી દેવા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન

તા.21/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા તેમજ આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના આશયથી પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અન્વયે ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓના માર્ગદર્શન તથા પોલીસ ડો. ગીરીશ પંડયાની રાહબરી હેઠળ તા.21 થી તા.31 સુધી ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા શખ્સો વિરુધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તેમજ સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે લોકોમાં જાગૃતિ કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરિયાદો સાંભળી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદ્દેશથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા લોક દરબારોનું આયોજન કરવામાં આવનાર છે જે લોક દરબારોમાં લોકોની રજુઆત સાંભળી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશ દરમ્યાન તમામ નાગરિકોને નાણાં ધિરધાર વ્યાજખોરીને લગતી કોઇ પણ રજુઆત હોય તો નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ડીવીઝન તથા પીઆઇ એલસીબી નાઓનો તેમજ નજીકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button