SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ.

ગાંધી હોસ્પિટલમાં એન.સી.ડી, ટી.બી. અને ડેન્ટલ વિભાગમાં ૩૭૭ વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગાંધી હોસ્પિટલમાં એન.સી.ડી, ટી.બી. અને ડેન્ટલ વિભાગમાં ૩૭૭ વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમાકુ નિયંત્રણ અંગે કરેલ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેકટરએ COTPA ACT-૨૦૦૩ના સઘન અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ એનફોસમેંન્ટ સ્કોર્ડ દ્વારા દંડની કામગીરી કરવા જણાવ્યું હતું ઉપરાંત જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત કરવામાં આવેલ દંડાત્મક કાર્યવાહી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વધુમાં કલેક્ટરએ શાળાઓ તમાકુ મુક્ત બનાવવા અને શાળાઓમાં વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવા અને એસટી બસોમાં સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે માટે બસમાં ધૂમ્રપાન કરતાં મુસાફરો પાસેથી કંડકટરને દંડ વસૂલ કરવા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ફેબ્રુઆરી-૨૦૨૪ થી મે-૨૦૨૪ સુધીમાં જિલ્લાની ૬૪ જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આઈ.ઈ.સી. એક્ટિવિટી કરવામાં આવી હતી જેમાં ૬૭૭૯ બાળકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત ૬૪ શાળાઓમાં ૧૪૫ જેટલી ચિત્ર, વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી હોસ્પિટલમાં એન.સી.ડી, ટી.બી. અને ડેન્ટલ વિભાગમાં ૩૭૭ વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે તમાકુ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ રૂ. ૨૩,૨૫૦ દંડની રકમ વસૂલવામાં આવી છે મમતા દિવસ દરમિયાન ૧૯૫ સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button