ચોટીલા હાઇવે પર હોટલની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર બુલડોઝર ફેરવી 10 એકર જમીન ખુલ્લી કરાવાઈ

તા.28/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશના ભાગરૂપે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પર સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે ચોટીલા પીઆઇ જે.એન. સોલંકી અને તેમની ટીમ દ્વારા હાઇવે પર આવેલી હોટલો અને ધાબાની તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન નાની મોલડી ગામ પાસે આવેલી *ન્યુ નાગરાજ હોટલ* અને *જય વડવાળા હોટલ* કોઈ પણ આધાર પુરાવા કે મહેસૂલ વિભાગની મંજૂરી વગર આશરે ૧૦ એકર જેટલી સરકારી જમીન પર બાંધવામાં આવી હોવાનું ખુલ્યું હતું આ બંને હોટલોના અંદાજે ૫-૫ એકરના દબાણો પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા છે વધુમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ હોટલો માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેના અડ્ડા જય વડવાળા હોટલના સંચાલક સંજયભાઈ અનકભાઈ ખાચર દ્વારા આ હોટલની આડમાં પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું કટીંગ કરવામાં આવતું હતું અગાઉની રેઇડમાં પણ અહીંથી મોટો મુદ્દામાલ ઝડપાયો હતો જ્યારે ન્યુ નાગરાજ હોટલના સ્થળે અગાઉ કેમિકલ અને ડિઝલ ચોરી જેવી ગંભીર પ્રવૃત્તિઓ પકડાઈ ચૂકી હતી નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી સરકારી જમીન પર કબ્જો જમાવીને ગુનાખોરી આચરતા તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે આગામી દિવસોમાં પણ હાઇવે પરના અન્ય શંકાસ્પદ દબાણો સામે પોલીસ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું હતું રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ, ડીવાયએસપી વી.એમ. રબારી અને પીઆઈ જે.એન. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.



