MULISURENDRANAGAR
મુળી તાલુકામાં વીજળી પડવાથી ૩૧ બકરાં અને ૦૧ ભેંસનાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ
તા.27/09/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં મૂળી તાલુકાના ભેટ અને સરા ગામે વીજળી પડી હતી જેમાં ભેટ ગામે વીજળી પડવાથી રામુબેન ભરવાડની માલિકીના ૩૧ બકરાં તેમજ સરા ગામે પ્રવીણભાઈ ચૌહાણની માલિકીની ૦૧ ભેંસનું મૃત્યુ થયું હતું મુળી તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી હતી જેમાં વધુમાં વધુ ૩૦ બકરાંના નિયમોનુસાર રૂ.૪,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૨૦,૦૦૦ તેમજ એક ભેંસનાં રૂ. ૨૦,૦૦૦ ચેકથી ચૂકવાયા હતા.