સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ
તા.07/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાને વિક્રમી સફળતા હાંસલ કરી છે ૧૭મી સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિવસથી ૨જી ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં જિલ્લાભરમાં કુલ ૧,૬૪,૮૪૭ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધીના તમામ સ્તરે મહિલાઓ અને બાળકો માટે ૧૪ જેટલા વિષયોને આવરી લેતી વિશેષ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ પહેલ હેઠળ કુલ ૩૬૫ સ્પેશ્યાલિસ્ટ કેમ્પની સાથે ૩૫૨૮ દૈનિક સ્ક્રીનિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અભિયાનનો શુભારંભ ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિંહોરાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ અભિયાનનું મુખ્ય ધ્યાન મહિલા સ્વાસ્થ્ય સુધાર અને સશક્તિકરણ પર કેન્દ્રિત હતું આરોગ્ય તપાસમાં બિન-ચેપી રોગો (NCDs)ના સ્ક્રીનિંગમાં કુલ ૬૯,૩૫૧ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાં ૭,૫૬૯ ડાયાબિટીસ અને ૫,૭૩૩ હાયપરટેન્શનના કેસ નોંધાયા હતા ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે કુલ ૧૯,૩૩૨ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા જેમાંથી કુલ ૪૭ કેન્સરના કેસ (૩૨ ઓરલ, ૧૨ બ્રેસ્ટ, ૦૩ સર્વાઇકલ)નું પ્રાથમિક નિદાન થયું આરોગ્ય વિભાગે સગર્ભા અને પ્રસૂતા માતાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપ્યું હતું કુલ ૧૦,૧૪૧ મહિલાઓની પ્રી-નેટલ અને પોસ્ટ-નેટલ તપાસ કરવામાં આવી, જ્યારે ૯,૯૮૯નું એનીમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું બાળકોને પણ ૪,૩૫૩ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા હતા ટીબીની તપાસ અંતર્ગત ૫,૬૨૮ સ્ક્રીનિંગ કરાયા, જેમાં ૧૧૩ નવા કેસ સામે આવ્યા અને ૨૮૫ નિક્ષય મિત્રની નોંધણી થઇ આ સાથે જ, ઈ-રક્તકોષ બ્લડ બેંક અંર્તગત રક્તદાતા નોંધણી ૨૪૩ થઈ હતી અને રક્તદાન શિબિરો દ્વારા ૩૮૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ જેવી નિદાન સેવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી વધુ સારવાર માટે ઉચ્ચ સ્તરે કુલ ૮૭૪ લોકોને રેફરલ કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારીએ આ અભિયાનની સફળતા બદલ તમામ આરોગ્યકર્મીઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ અભિયાન થકી મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને ‘સશક્ત પરિવાર’ના વિચારને સાકાર કરવામાં આવ્યો છે.