DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા નજીક કતલખાને લઇ જવાતા 38 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા

તા.15/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી હતી માળીયા પુલથી 6 જીવદયા પ્રેમીએ બે કાર લઇને આઇસરનો 60 કિમી પીછો કર્યો હતો અને છેક ધ્રાંગધ્રા પહોંચતા તેને ઝડપી પાડી હતી પીછો કરી રહેલા જીવદયા પ્રેમીઓએ ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આ આઇશર વાહન અંગે જાણ કરતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાખી દેવામાં આવ્યા હતા આથી આઇસરના ટાયર ફાટી જતા આઇશર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલની ગ્રીલ સાથે ભટકાયું હતું કચ્છ જિલ્લાના અંજારથી પશુઓને લઇ જતી આઇશરનો મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો આઇશરમાં 38 નંગ પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા ઘટનામાં ઇજાગ્રસ્ત આઇશર ચાલક અમદાવાદના જાવિદખાન ઇકબાલખાન પઠાણને ઝડપ્યો હતો રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખતા ટાયર ફાટ્યું જીવદયા પ્રેમીઓ દ્વારા જીવના જોખમે આઈસરનો 60 કિમી પીછો કર્યો હતો ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આઇશર અંગે જાણ કરાતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખ્યા હતા જેથી આઇસરના ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અને 38 પાડાને નિર્દય રીતે બાંધેલી હાલતમાં મુક્ત કરી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!