CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલાના સાંગાણી પાસે ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિના મોત નીપજ્યા.

તા.14/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો ચોટીલા તાલુકાના સાંગાણી ગામના પાટિયા પાસે ડામર ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે ૧૦ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ હાઈવે પર ચોટીલા તરફ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતા તે માર્ગ પર ઉભું રહી ગયું હતું અથવા તેની ગતિ ધીમી પડી હતી આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જ્યારે આ ઘટનાની જાણ થતા જ સ્થાનીય લોકો અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જોકે કમનસીબે ૪ ઈસમો આગની લપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોતને ભેટ્યા હતા અકસ્માતમાં ઈજા પામેલા અન્ય ૧૦ મુસાફરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!