LAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ ભભુકી ઉઠતા 9 વાહનો સળગી ગયા

વાહનો સાથે કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો રાખ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું

તા.27/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વાહનો સાથે કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો રાખ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ નજીક આવેલા એક ગેરેજમાં મોડી રાત્રે આગ લાગી હતી આ ઘટનામાં ગેરેજમાં રાખેલા 9 બાઇક, એક કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ ગેરેજ લખતર-વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢથી આશરે એક કિલોમીટર દૂર જ્યોતિપરા ગામના પાટિયા પાસે આવેલું છે તે વિઠ્ઠલગઢ ગામના મનસુખભાઈ ગોવિંદભાઈ લોરિયાની માલિકીનું છે મનસુખભાઈ લોરિયા રાત્રે ગેરેજ બંધ કરીને ઘરે ગયા હતા મોડી રાત્રે ગેરેજમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોએ તેમને ફોન કરીને જાણ કરી હતી માહિતી મળતા જ મનસુખભાઈ તાત્કાલિક ગેરેજ પર પહોંચ્યા હતા તેમણે ગેરેજ ખોલીને જોયું તો અંદરનો તમામ સામાન આગની લપેટમાં આવી ગયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અગમ્ય છે આ આગમાં રિપેરિંગ માટે આવેલા અંદાજે 9 જેટલા બાઇક, એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને અન્ય ગેરેજ સાધનો બળીને નષ્ટ થઈ ગયા હતા આ ઘટનાને કારણે ગેરેજ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

Back to top button
error: Content is protected !!