વિરમગામ ધાંગધ્રા હાઈવે માલવણ ચોકડી પાસે ટાયર ટયુબની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

0
19
વાત્સલ્યમ્ સમાચાર

તા.05/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20230305 165533

વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસે છટકું ગોઠવી અચાનક દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં નીકળેલી રાજસ્થાન પાસીંગની ટ્રકને આંતરીને સઘન તલાશી લેવામાં આવતા આ ટ્રકમાં ટાયર ટ્યુબની આડમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર રાજસ્થાનથી ઝાલાવાડ પંથકમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો.બજાણા પીએસઆઇ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે છટકું ગોઠવી વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી ટાયર ટ્યુબની આડમાં ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 1476 બોટલો અને ટ્રક સાથે રૂ. 14.97 લાખનો મુદામાલ ઝડપી આ દરોડામાં વિદેશી દારૂની બોટલો નંગ 1476 સાથે ટ્રક, ટાયર ટ્યુબ કિ.રૂ. 7,80,607 અને મોબાઇલ કિ.રૂ. 14,97,907 ના મુદામાલ સાથે રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો હતો.જેમાં ટ્રક ચાલક દીનેશ સાજરામ બિશ્નોઇ ઉં.32,જાનીવાલ ધોરા, તાલુકો અને જીલ્લો જોધપુર રાજસ્થાન બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ટાયર અને ટ્યુબની આડમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 1188 તથા બીયર નંગ 288 મળી કુલ બોટલો નંગ 1476, કિં.રૂ. 2,12,400, ટરબો ટ્રક કિં.રૂ. 5,00,000, ટાયર ટ્યુબની કિ.રૂ.7,80,507, મોબાઇલ નંગ 1, કિં.રૂ.5000 મળી કુલ‌કિ.રૂ. 14,97,907 નો મુદામાલ કબ્જે કરી બજાણા પોલીસના આ દરોડામાં પી.એસ.આઇ. ડી.જે.ઝાલા, ક્રિપાલસિંહ જશવંતસિંહ, રોહિતકુમાર ઘનશ્યામસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews